ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો

  • 91) ગુજરાતમાં ઈસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે ? - જામા મસ્જિદ, અમદાવાદ
  • 92) સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિરમાં.... છે. - અષ્ટ કોણીય મંડપ
  • 93) કેલીકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે ? - કાપડ
  • 94) ગુજરાતના પ્રવાસન સાથે ક્યો આદિવાસી ઉત્સવ સંકળાયેલો છે? - ડાંગ ઉત્સવ
  • 95) ‘પીથોરા’ શું છે ? - આદિવાસી ચિત્રકળા
  • 96) પારસીઓનું તીર્થસ્થળ ક્યું છે ? - ઉદવાડા
  • 97) ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે? - થાળીકથા
  • 98) હંસા મહેતા ગ્રંથાલય ક્યા આવેલું છે ? - વડોદરા
  • 99) ઉપનિષદોના તત્ત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? - વેદાંતી
  • 100) એન્ડ્રુઝ લાઈબ્રેરી ક્યા આવેલી છે ? - સુરત
  • 101) વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો. - શામળદાસ મૂળદાસ સોલંકી
  • 102) છેલિયા ગીતો ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ? - રાજપીપળા
  • 103) અમદાવાદમાં ‘દર્પણ’ એકેડમીની સ્થાપના કોણે કરી ? - મૃણાલિની સારાભાઈ
  • 104) અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા ? - બાલકૃષ્ણ દોશી
  • 105) નરિ મહેતાએ હુંડીમાં કોનું નામ લખ્યું હતું ? - ચતુર્ભુજ (વિષ્ણુ ભગવાન)નું
  • 106) આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. - ચાંગદેવ
  • 107) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. - સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
  • 108) દેવની મોરી, બોરિયા સ્તૂપ અને ઈટવા સ્તૂપ ક્યા રાજ્યમાંથી મળી આવેલ છે ? - ગુજરાત
  • 109) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની શૈલીનો છે. - નાગર શૈલી
  • 110) મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે ? - ઈરાની શૈલી
  • 111) મેઘરાજાની છડીનો ઉત્સવ ક્યા ઉજવવામાં આવે છે ? - ભરૂચ
  • 112) પાવરી અને તાડ્યું અથવા ડોબરું એ ક્યા પ્રકારના વાદ્યો છે ? - સુષિર વાદ્યો
  • 113) ગોઠિયા ગીતો ક્યા વિસ્તાર સાથે જોડાયેલા છે ? - ખેડબ્રહ્મા
  • 114) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? - હાજી મહમ્મદ અલારખિયાએ
  • 115) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? - પંડિત ઓમકારનાથ
  • 116) ભીલ ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ? - પંચમહાલ
  • 117) અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના ક્યા સંતની દરગાહ છે ? - શેખ અહમદ ખટુગંજ બક્ષ
  • 118) મહાગુર્જરા શેની શૈલી છે ? - મંદિર સ્થાપત્ય
  • 119) ગુજરાતના આદિવાસીઓ પૈકી દુબળાઓનું ક્યું નૃત્ય જાણીતું છે? - હાલી નૃત્ય
  • 120) ક્યા ઈજિપ્તના વિદ્વાન બહમનિ પ્રદેશ જતાં પૂર્વે ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા ? - બદરુદ્દિન અદ દમમિ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up